Diploma in Yoga (DIY)

હરિ ૐ

યોગનિકેતન સહર્ષ જાહેર કરે છે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના નેજા હેઠળ ડિપ્લોમા-ઈન-યોગ (DIY)

અભ્યાસક્રમનો ગાળો – એક વર્ષ

કોર્સ ફી – ₹. ૩૬૦૦/-

ફૉર્મ ભરવા માટે યુનિવર્સિટીની નિમ્નલિખિત વેબસાઇટનો ઉપયોગ કરવો.

www.sssu.in

વેબસાઇટ પર વિદ્યાર્થી તરીકે પોતાની જરૂરી વિગતો ભરી, નામ નોંધાવી, ત્યારબાદ પ્રવેશપત્ર ભરવાની બાકીની વિધિ હાથ ધરવી.

અભ્યાસનું કેન્દ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર ડિપ્લોમા-ઈન-યોગ (DIY) (અભ્યાસક્રમ કોડઃ ૬૧) પર જઈને યોગનિકેતન ડિપ્લોમા અભ્યાસ કેન્દ્ર, વડોદરા (કેન્દ્ર કોડ: ૦૬૦૪) પસંદ કરવું.

ઑનલાઇન ફૉર્મ ભરવાની છેલ્લી તારીખઃ ૩૦/૦૮/૨૦૨૨

અભ્યાસક્રમ યોગનિકેતન ખાતે રૂબરૂમાં સપ્ટેમ્બર માસથી શરૂ થશે.

શ્રી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માન્ય ડિપ્લોમા-ઈન-યોગ કોર્સના સિદ્ધાંતિક તેમ જ પ્રાયોગિક શિક્ષણના વર્ગો દર સોમવાર-બુધવાર-શુક્રવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાન સંચાલન કરવામાં આવશે.

આ સિવાય પણ જરૂર જણાશે તો વધારાના વર્ગો તેમ જ યુનિવર્સિટીની જરૂરિયાત મુજબ વડોદરાની બહાર શિબિરોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં હાજરી અનિવાર્ય રહેશે.

અભ્યાસક્રમ અંગેની બીજી કોઇપણ સ્પષ્ટતા કે માહિતી માટે યોગનિકેતન સાથે સંકળાયેલી કોઇપણ વ્યક્તિ સાથે વૉટ્સઍપ કે ટેક્સ્ટ મેસેજ દ્વારા સંદેશ વ્યવહાર ન કરવા વિનંતી છે.

યોગનિકેતનની ઑફિસમાં રૂબરૂ આવીને સવારના સમયમાં પૂછપરછ કરવા આગ્રહ છે.

પ્રવેશપત્ર ભરવા માટે માર્ગદર્શનની જરૂર જણાય તો યોગનિકેતન ઑફિસમાં શ્રી. સતીષ પાવસિયાનો સવારે ૬ થી ૮.૩૦ દરમિયાન સંપર્ક કરવો.