ૐ તત્ સત્ યોગનિકેતન દ્વારા આયોજીત 

વિદ્યાર્થી મેધાસંસ્કાર શિબિર

તારીખઃ ૪ મે થી ૨૫ મે ૨૦૨૩ દરરોજ 

સમય:  સવારે ૭.૦૦ થી ૯.૦૦ (રવિવાર સિવાય)

શિબિરમાં યુવાન વિદ્યાર્થી માનસ તેમ જ ચારિત્ર્ય ઘડતર, સર્વાંગી સ્વાસ્થ્ય, ખાસ કરીને માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય, સ્વસ્થ જીવનશૈલી, રચનાત્મક કૌશલ્ય, પ્રકૃતિ પ્રવાસ, સંગીત-મનોરંજન, અભિનય, યૌગિક ક્રિયાઓ, વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. 

શિબિરમાં સંપૂર્ણ હાજરી આપનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. 

શિબિરમાં ભાગ લેવાની યોગ્યતાઃ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  માટે આ શિબિર નિઃશુલ્ક રહેશે. 

ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓને સંસ્થાની ઑફિસે તારીખ ૧ મે સુધીમાં સવારે ૭ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ દરમિયાન રૂબરૂ આવીને ફૉર્મ ભરી જવા વિનંતી છે.

ૐ તત્ સત્

યોગનિકેતન

હાલમાં ચાલી રહેલી યોગશિબિરના ભાગરૂપે સહર્ષ આયોજન કરે છે 

સ્વાસ્થ્યલક્ષી વાર્તાલાપ

વિષય: સ્વસ્થ જીવનશૈલી

વક્તા: ડૉ. કેતન ઝવેરી (ઍમ.ડી., જનરલ મેડિસિન, ફિઝિશિયન, ભણસાલી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિક, સુરત તથા આરોગ્ય લેખક)

દિવસ અને સમય: રવિવાર, તા. ૨૩/૪/૨૦૨૩, સવારે ૬.૩૦ થી ૮.૦૦)

સ્થળ: સ્થાનિક શ્રોતાઓ માટે યોગનિકેતનનો મુખ્ય ખંડ

તથા વડોદરા બહારના સાધકો માટે ઑનલાઇન


ઑનલાઇન વાર્તાલાપ સાંભળવા માટે નીચેની લિન્કનો ઉપયોગ કરવોઃ

 Join Zoom Meeting

https://us06web.zoom.us/j/86906487931?pwd=MFo2REtBT3ppeldiSCtVT1VGYUREZz09

Meeting ID: 869 0648 7931

Passcode: 2022


વાર્તાલાપમાં શ્રોતાઓ સક્રિય ભાગ લઈ શકશે. વાર્તારસ ધરાવતા સૌને ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે.   


નિઃશુલ્ક યૌગિક સ્વાસ્થ્ય શિબિર

વડોદરા શહેરમાં યોગશિક્ષણ ક્ષેત્રે કાર્યરત યોગનિકેતન સંસ્થા દ્વારા 

તા. ૧૭/૦૪/૨૦૨૩ થી ૨૯/૦૪/૨૦૨૩ દરમિયાન દરરોજ સવારે ૦૬:૩૦ થી ૦૭:૩૦ દરમિયાન

 યોગ દ્વારા સ્વાસ્થ્યપ્રાપ્તિ માટે આસન, પ્રાણાયામ, યૌગિક ધ્યાન આધારિત બે અઠવાડિયાની

એક નિઃશુલ્ક પ્રત્યક્ષ (offline) યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 

શિબિરમાં વહેલાં તે પહેલાંના ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. 

રસ ધરાવતી વ્યક્તિઓને તા. ૧૫/૦૪/૨૦૨૩ પહેલાં ફતેગંજ ચાર રસ્તા, પોસ્ટ ઑફિસ સામે આવેલી સંસ્થાની ઑફિસે સવારે ૦૮ થી ૧૧ તેમજ સાંજે ૦૫:૩૦ થી ૦૭:૦૦ દરમિયાન રૂબરૂમાં આવીને ફૉર્મ ભરી જવા વિનંતી છે.

હરિ ૐ તત્ સત્

યોગનિકેતન તથા નિસર્ગોપચાર કેન્દ્ર, વિનોબા આશ્રમ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજીત આરોગ્ય પરિસંવાદ


રોગોત્પત્તિ સિદ્ધાંત

(Theory of Causation and Evaluation of Diseases)


અંગે વિવિધ ચિકિત્સાપદ્ધતિઓનો દ્રષ્ટિકોણ

વક્તાઓ

Ø આયુર્વેદ – ડૉ. વિરલ દેસાઇ

Ø નિસર્ગોપચાર – ડૉ. ભરત શાહ

Ø હોમિયોપથી – ડૉ. મિહિર પરીખ

Ø ઍલોપથી – ડૉ. કિરણ શીંગ્લોત

Ø પરિસંવાદ સંચાલન – શ્રી. અશોક ભાર્ગવ

પરિસંવાદનો સમય

તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારે સવારે ૭ થી ૯.૩૦


પરિસંવાદનો મુખ્ય હેતુ માનવીને થતા વિવિધ રોગોનાં કારણો અને રોગવિકાસની પ્રક્રિયાઓની અલગ અલગ ચિકિત્સાપદ્ધતિઓના દ્રષ્ટિકોણથી સર્વાંગી સમજણ આપવાનો છે. પરિસંવાદોની શૃંખલામાં આ પહેલી કડી છે. વિવિધ ચિકિત્સાપદ્ધતિઓના સારવાર તેમ જ રોગપ્રબંધને સમજવા માટે આગળ ઉપર વધુ પરિસંવાદો ગોઠવવાનું પણ આયોજન છે.

તમામ જિજ્ઞાસુઓ આ પરિસંવાદમાં નિઃશુલ્ક જોડાઇ શકશે. પરિસંવાદમાં જોડાવા માટે વડોદરા શહેરના સાધકો માટે યોગનિકેતન, પોસ્ટ ઑફિસ સામે, ફતેગંજ ચાર રસ્તા પર, વડોદરા ખાતે પ્રત્યક્ષ (ઑફલાઇન) તેમ જ બહારગામના સાધકો માટે પરોક્ષ (ઑનલાઇન) સુવિધા છે.

આ અનન્ય પરિસંવાદનો લાભ લેવા સર્વને ભાવભીનું આમંત્રણ છે. 

ૐ તત્ સત્ 

યોગનિકેતન દ્વારા એક વિશિષ્ટ  મહિલા આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

જેમાં મહિલા સ્વાસ્થ્ય માટે ઉપયોગી યૌગિક આસનો, શ્વસનક્રિયાઓ, ધ્યાન ઉપરાંત વિવિધ ક્ષેત્રોના તજ્જ્ઞોના વાર્તાલાપ, મનોરંજક, જ્ઞાનસભર, રચનાત્મક, અભિનય, નૃત્ય અને કલાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે.

શિબિરનો ગાળો: તા. ૨ જાન્યુઆરીથી તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ 

સમય: સાંજે ૪ થી ૫.૩૦ દરરોજ

શિબિરમાં ભાગ લેવાની ફી: ₹.૧૦૦/- 

જે સફળતાપૂર્વક શિબિર પૂરી કરનાર બહેનોને ઉપયોગી વાંચનના રૂપમાં પરત કરવામાં આવશે.

ભાગ લેવા ઈચ્છનાર બહેનોને યોગનિકેતન કાર્યાલયમાં નિયત ફૉર્મ ભરી, ₹.૧૦૦/- ભરીને પોતાનું નામ નોંધાવવા વિનંતી છે.

YOGANIKETAN in collaboration with 

The Ramkrishna Mission Vivekanand Memorial, Vadodara

is pleased to announce Talk by

Eminent Neuroscientist DR. Usha Vasthare, Ph.D.

(Founder of YogaKshema Rehabilitation & Wellness Centre, Bengalore)

Topic: Rewiring Our Brain to the Fullest Potential

Date: 12/11/2022 and Day: Saturday

Time: 7.00 to 8.30 AM

Place: Main Hall of Yoganiketan

Dr. Usha Vasthare has a wide experience of working in USA in the field of Neurosciences over a period of four decades, currently settled in India. She is a prolific speaker, and her workshops and trainings are based on the most recent advances in Neuroscientific research and are geared to the participants in improving their Quality of Life (both personal and professional).

The medium of talk will be mainly in English in a listener friendly way. 

The talk is open to all. All are cordially invited


યોગનિકેતન દ્વારા આયોજીત બે વિશિષ્ટ યોગશિબિરો

પરંપરાગત યૌગિક પદ્ધતિઓના ઉપયોગ વડે સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ

તથા

યોગ દ્વારા પીડામુક્તિ

જેમાં સાંધાઓ, હાડકાં, સ્નાયુઓ, કમર, ગરદન, પગની પીંડીઓ, ખભા વગેરેની પીડાઓમાં સ્નાયુઓની લવચીકતા, ક્ષમતાવૃદ્ધિ, સ્ટ્રેચિંગ અને માનસિક તણાવ મુક્તિની પદ્ધતિઓના ઉપયોગ વડે રાહત મેળવવા માટે

તા. ૩ ઑક્ટોબર ૨૦૨૨ ને સોમવારથી ૧૫ ઑક્ટોબર ૨૦૨૨ ને શનિવાર સુધી સંચાલન કરવામાં આવશે.

શિબિરનો સમયઃ સવારે ૬.૩૦ થી ૭.૪૫ દરરોજ

બન્ને શિબિરોમાં વહેલો તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાના હોઇ રસ ધરાવનાર વ્યક્તિઓને

પોસ્ટ ઑફિસ સામે, ફતેગંજ ચાર રસ્તા ખાતે આવેલી યોગનિકેતનની ઑફિસે

સવારે ૭ થી ૧૦ દરમિયાન રૂબરૂ આવી તા. ૧ ઑક્ટોબર સુધીમાં નિયત ફૉર્મ ભરીને નામ નોંધાવી જવા વિનંતી છે.