Announcement

સ્મરણાંજલિ કાર્યક્રમ: 

પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ગુરુજી ડૉક્ટર શ્રી. વિષ્ણુપ્રસાદ આચાર્યશ્રીના ૧૦૨મા પ્રાકટ્ય દિન નિમિત્તે સંગીતમય શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો  કાર્યક્રમ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ અને ગુરૂવારના રોજ, સવારે ૭.૧૦ થી ૭.૫૦ દરમિયાન યોગનિકેતનના મુખ્ય ખંડમાં રાખવામાં આવ્યો છે. 

સર્વે સાધકો, વિદ્યાર્થીઓ અને યોગ શિક્ષકોને ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે. 

લિ. યોગનિકેતન સંચાલક ટીમ


Yoganiketan announces admission to its 2023 Yoga Certificate Course (YCC), which is a basic, foundation course in Yoga. 

Course Duration: One month. 

Course Months: May, June, July, August, September (2023)

119th YCC - 4th September to 3rd October, 2023 (Online & Offline)

Medium: Offline with Online (Only for outside vadodara students) Click here for Online Form

Daily Timings: 5.40 to 8.00 AM (Fix) 1 Hr. Theory Class & 1 Hr. Practical Class 

Course Fees: Rs. 1560/-. (Approx)

Interested students are requested to visit Yoganiketan office (9328481865) during office hours (8.00 am to  11.00 am and 5.00 pm to 7.00 pm; Monday through Saturdays) to fill up the admission form. 

Kindly note that there are only limited seats and admissions will be offered strictly on first-come-first basis.

YCC Registration form and important instructions

Please read and understand the information provided and fill out the form if it is comfortable to you. 

પરોક્ષ રીતે (ઑનલાઇન) જોડાવા માટે 

Join Zoom Meeting click on me

Completed Program

Guru Purnima Pujan 03-07-2023

યોગનિકેતન 

સ્વાધ્યાય વર્તુળ 

શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જીવનદર્શન - મણકો 5

સંચાલન: કિરણ શીંગ્લોત

માધ્યમઃ સહચર્ચા 

દિવસ: તા. 19-03-2023, રવિવાર 

સમય: સવારે 7 થી 8

સ્થળઃ યોગનિકેતન - વડોદરા 


વિશેષ  નોંધ: શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમગ્ર વિષયવસ્તુની  શ્રેણીબદ્ધ ચર્ચાનું દર મહિનાના ત્રીજા રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા સાધકોને પોતાની નોટબુક સાથે વર્ગમાં આવવા વિનંતી છે.

સુગમ સંગીત સંધ્યા 

યોગનિકેતન સંગીત વિભાગ દ્વારા સંચાલિત ત્રિમાસિક સુગમ સંગીત વર્ગની

૩૩મી બૅચના સાધકો દ્વારા

ગીત-સંગીતની મસ્તી અને મનોરંજન સભર પ્રસ્તુતિ

દિનાંક ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ને મંગળવાર 

 સમયઃ સાંજે ૭.૩૦ વાગ્યે

સ્થળઃ યોગનિકેતનનો મુખ્ય ખંડ 

કાર્યક્રમની પૂર્ણાહૂતિ સ્વાદિષ્ટ ભોજન સાથે થશે. ભોજન પાસ ₹. ૧૫૦/- ભરીને યોગનિકેતન ઑફિસમાંથી અગાઉથી મેળવવાના રહેશે.

(વિશેષ નોંધઃ સુગમ સંગીતની હવે પછીની ૩૪મી બૅચ તા. ૩ માર્ચ ૨૦૨૩ ને શુક્રવારથી પ્રારંભ થશે. સુગમ સંગીતના વર્ગોનું સંચાલન સંસ્થાના સંગીત પ્રશિક્ષક શ્રી મયંક પંડ્યા દ્વારા દર મંગળ અને શુક્રવારે સાંજે ૭.૩૦ થી ૯.૦૦ દરમિયાન કરવામાં આવે છે, જેમાં ફિલ્મી ગીતો, સુગમ ગીતો, ગઝલો અને લોકગીતો વગેરેની સરળ ગાયકી અને પ્રસ્તુતિ શીખવવામાં આવે છે, જેમાં જોડાવા માટે ઉંમર અને સંગીતની ગાયકીના અનુભવનો કોઇ બાધ નથી. આ વર્ગોમાં જોડાવા ઈચ્છતા સાધકોને સંસ્થાની ઑફિસમાં સંપર્ક કરવા વિનંતી છે.)

યોગનિકેતન સંગીત વિભાગ દ્વારા આયોજીત સુગમ સંગીત સંધ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે સાધકોને ભાવભીનું આમંત્રણ છે.

હરિ ૐ તત્ સત્

યોગનિકેતન તથા નિસર્ગોપચાર કેન્દ્ર, વિનોબા આશ્રમ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજીત આરોગ્ય પરિસંવાદ


રોગોત્પત્તિ સિદ્ધાંત

(Theory of Causation and Evaluation of Diseases)


અંગે વિવિધ ચિકિત્સાપદ્ધતિઓનો દ્રષ્ટિકોણ

વક્તાઓ

Ø આયુર્વેદ – ડૉ. વિરલ દેસાઇ

Ø નિસર્ગોપચાર – ડૉ. ભરત શાહ

Ø હોમિયોપથી – ડૉ. મિહિર પરીખ

Ø ઍલોપથી – ડૉ. કિરણ શીંગ્લોત

Ø પરિસંવાદ સંચાલન – શ્રી. અશોક ભાર્ગવ

પરિસંવાદનો સમય

તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારે સવારે ૭ થી ૯.૩૦


પરિસંવાદનો મુખ્ય હેતુ માનવીને થતા વિવિધ રોગોનાં કારણો અને રોગવિકાસની પ્રક્રિયાઓની અલગ અલગ ચિકિત્સાપદ્ધતિઓના દ્રષ્ટિકોણથી સર્વાંગી સમજણ આપવાનો છે. પરિસંવાદોની શૃંખલામાં આ પહેલી કડી છે. વિવિધ ચિકિત્સાપદ્ધતિઓના સારવાર તેમ જ રોગપ્રબંધને સમજવા માટે આગળ ઉપર વધુ પરિસંવાદો ગોઠવવાનું પણ આયોજન છે.

તમામ જિજ્ઞાસુઓ આ પરિસંવાદમાં નિઃશુલ્ક જોડાઇ શકશે. પરિસંવાદમાં જોડાવા માટે વડોદરા શહેરના સાધકો માટે યોગનિકેતન, પોસ્ટ ઑફિસ સામે, ફતેગંજ ચાર રસ્તા પર, વડોદરા ખાતે પ્રત્યક્ષ (ઑફલાઇન) તેમ જ બહારગામના સાધકો માટે પરોક્ષ (ઑનલાઇન) સુવિધા છે.

આ અનન્ય પરિસંવાદનો લાભ લેવા સર્વને ભાવભીનું આમંત્રણ છે. 

યોગનિકેતન 

સ્મરણાંજલિ

પ્રાતઃ  સ્મરણીય બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુજી ડૉ. શ્રી. વિષ્ણુપ્રસાદ આચાર્યના ૧૦૧મા પ્રાગટ્ય દિન નિમિત્તે સંગીતમય શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો  કાર્યક્રમ 

તારીખ ૧૪/૧૨/૨૦૨૨ના બુધવારે 

સવારે ૭.૧૦ થી ૭:૫0 દરમિયાન યોગનિકેતનના મુખ્ય ખંડમાં રાખવામાં આવ્યો છે. 

સર્વે સાધકો વિદ્યાર્થીઓ અને યોગ શિક્ષકોને ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે.

SOWING SEEDS IN THE DESERT

An Experiment by Peoples Theatre Laboratory

SOWING SEEDS IN THE DESERT

Date: 25-11-2022

Day: Friday

Time: 6 pm onwards

Place: YOGANIKETAN - Vadodara

SOWING SEEDS IN THE DESERT एक नाट्य प्रयोग peoples theatre laboratory के द्वारा. 

 हम सब वास्तविकता के नाम पर आओसे पिंजरों में क़ैद हैं जो हम ही ने बनाया हैं, और ये हमें स्वीकृत भी है। यह पिंजरा जिसे हम समाज के नाम से जानते हैं, हर सवाल पर बिखर भी जाता है। और जब कोई क्रांतिआकार लेने लगे तब हम अपनी पूरी ताक़त लगा देते हैं क्रांति को ख़त्म करने में।

James Thurber की कहानी 'Peacelike Mongoose'  पर आधारित, 

SOWING SEEDS IN THE DESERT एक ऐसा प्रयोग है जो हमें आईना दिखाता है की जब कभी किसी व्यक्ति ने उन्नति की ओर कदम बढ़ाए हैं, समाज उसे स्वीकृत करने, उसे अपनाने में असफल रहा है।

आज ३० सालों से peoples theatre laboratory की कोशिश रही है एक संवाद/ dialogue बनाए रखने की जिस से व्यक्तिगत चेतना को जगाते होते हुए सामाजिक चेतना को जगाने की बात की जा सके।

हमेशा से हमारी कोशिश रही है की हम बिना किसी tags या उपाधि - उपनाम एवम् विशेषण के भार विहीन, सिर्फ "कोरा आदमी" हो। 

एक ऐसा घर हो, जहां सोचने समझने की आजादी और तरक्की स्वीकार्य हो।

गीत गा रहे है आज हम रागिणी को ढूंढते हुए।

इक नया जहां बसाएंगे हम मंजिलों को ढूंढते हुए।

Open for all मिलते हैं 🌸

યોગનિકેતન સ્વાધ્યાય વર્તુળ  શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જીવનદર્શન - મણકો 1 to 4

સંચાલન: કિરણ શીંગ્લોત

માધ્યમઃ સહચર્ચા 

દિવસ: દર મહિનાના ત્રીજા રવિવારે - On the third Sunday of every month

સમય: સવારે 7 થી 8

સ્થળઃ યોગનિકેતન - વડોદરા 

યોગનિકેતન દ્વારા આયોજીત બે વિશિષ્ટ યોગશિબિરો

પરંપરાગત યૌગિક પદ્ધતિઓના ઉપયોગ વડે સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ

તથા

યોગ દ્વારા પીડામુક્તિ

જેમાં સાંધાઓ, હાડકાં, સ્નાયુઓ, કમર, ગરદન, પગની પીંડીઓ, ખભા વગેરેની પીડાઓમાં સ્નાયુઓની લવચીકતા, ક્ષમતાવૃદ્ધિ, સ્ટ્રેચિંગ અને માનસિક તણાવ મુક્તિની પદ્ધતિઓના ઉપયોગ વડે રાહત મેળવવા માટે

તા. ૩ ઑક્ટોબર ૨૦૨૨ ને સોમવારથી ૧૫ ઑક્ટોબર ૨૦૨૨ ને શનિવાર સુધી સંચાલન કરવામાં આવશે.

શિબિરનો સમયઃ સવારે ૬.૩૦ થી ૭.૪૫ દરરોજ

બન્ને શિબિરોમાં વહેલો તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાના હોઇ રસ ધરાવનાર વ્યક્તિઓને

પોસ્ટ ઑફિસ સામે, ફતેગંજ ચાર રસ્તા ખાતે આવેલી યોગનિકેતનની ઑફિસે

સવારે ૭ થી ૧૦ દરમિયાન રૂબરૂ આવી તા. ૧ ઑક્ટોબર સુધીમાં નિયત ફૉર્મ ભરીને નામ નોંધાવી જવા વિનંતી છે.  

Yoganiketan arranges a talk on Healthy Eating - Common Man's

Tips on Mainting Health through Balanced Eating by Ami Patel (Senior Dietician) and Social Activist on

Sunday, the 9th October 2022 from 6.30 to 7.30 am.

Place: Yoganiketan Main Hall

All are coordially invited.

વિષય :      યૌગિક શ્વસન અને ધ્યાન

સંચાલક :       ડૉ. કિરણ શીંગ્લોત

નિયમિત વર્ગોના સાધકો માટે પ્રાયોગિક શિક્ષણ (Offline)

નિયમિત વર્ગોના સાધકો માટે પ્રાયોગિક શિક્ષણ (Online)