હરિ ૐ
યોગનિકેતન દ્વારા આયોજીત વિદ્યાર્થી મેધાસંસ્કાર શિબિર
તારીખઃ 8 મે થી 24 મે 2025
સમય: સવારે 7.00 થી 9.00 (રવિવાર સિવાય)
શિબિરમાં યુવાન વિદ્યાર્થી માનસ તેમ જ ચારિત્ર્ય ઘડતર, સર્વાંગી સ્વાસ્થ્ય, ખાસ કરીને માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય, સ્વસ્થ જીવનશૈલી, રચનાત્મક કૌશલ્ય, પ્રકૃતિ પ્રવાસ, સંગીત-મનોરંજન, અભિનય, યૌગિક ક્રિયાઓ, વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે.
શિબિરમાં સંપૂર્ણ હાજરી આપનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.
શિબિરમાં ભાગ લેવા માટેની યોગ્યતાઃ ધોરણ 9, 10, 11, 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ શિબિર નિઃશુલ્ક રહેશે.
ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓને સંસ્થાની ઑફિસે તારીખ 5 મે સુધીમાં સવારે 7 થી 11 અને સાંજે 5 થી 7 દરમિયાન રૂબરૂ આવીને ફૉર્મ ભરી જવા વિનંતી છે.